લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 27 ઑક્ટોબર, 2011

    દિવાળી દિલ થી...

હિંદુ પ્રજાને ઉત્સવપ્રિય ગણાવાઈ છે. આપણા દરેક સમાજો માં પરંપરાગત તહેવારો દિલથી ઉજવવાનો રીવાજ ચાલ્યો આવે છે. સમય અને સંજોગો ભલે બદલાય, સ્થળ પણ ભલે બદલાય પણ આપણી ભાવનાઓ નથી બદલાતી. એજ મનમાં ઉમંગ અને હૈયે હરખ લઈને આપને દરેક તહેવારો ને મન ભરીને માણીએ છીએ..
  સમય ના વહેણ સાથે પેઢીઓ બદલાતી રહે છે, એથી ઉજવણીની નવી નવી રીતો પણ ચલણમાં આવતી જાય છે, વળી પરદેશીય તહેવારો પણ એક ફેશન ટ્રેન્ડ રૂપે અપનાવાઈ ગયા છે.. તેમ છતા આપણા ભારતીય સમાજના લોકોનો પારંપારિક તહેવારો પ્રતિના જુસ્સા અને ઉમંગમાં ક્યારેય ઓટ નથી આવતી..
  અને આવવી પણ ના જોઈએ.. કેમકે આ તહેવારો અને તેના થકી ચાલતા વહેવારો જ આપણને જીવંત રાખવાનું કામ કરે છે. રોજીંદા જીવનની થકવી દેતી, ક્યારેક કંટાળો આપતી ઘટમાળમાં આવી ઉજવણીઓ જીવનમાં થોડો ચેન્જ તો આણે છે સાથે જીવનને નવા દ્રષ્ટિકોણ થી જોવાની પ્રેરણા પણ આપે છે.
  જોકે આપણા દરેક તહેવારો માત્ર ખાઈ-પીને મજા જ કરવી એવો સંદર્ભ જ નથી બતાવતો, દરેક તહેવારમાં એક ગર્ભિત સંદેશ સમાયેલો હોય છે. દરેક ઉત્સવ પાછળ આપણા જીવનને ઉજાગર કરી શકીએ તેવો ઉપદેશ હોય છે. કૈક ને કૈક શીખવી જાય છે આ દરેક તહેવાર આપણને. બસ તે હાર્દને સમજી લેવાય તો તેની ઉજવણીઓ સાર્થક બને..
  આ દિવાળીમાં એક જવાબદાર પેઢી હોવાના નાતે આપણે બાળકોને યથાશક્તિ તેમની મનગમતી સગવડ આપીએ, પ્રેમથી તહેવારનું અને તેના દરેક પર્વનું સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માહત્મ્ય સમજાવીએ અને વડીલ પેઢીને માન આપી તેમની પણ ખુશી સાચવી લઈએ તે જરૂરી બને છે..
  સૌ મિત્રો વાચકોને હેપી દીપાવલી.. અને નવા વર્ષની શુભેચ્છાઓ....


આજનો સુવિચાર:-  જીભમાં મીઠાશ તો જીવનમાં મીઠાશ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો