લોકપ્રિય પોસ્ટ્સ

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

શું આનું જ નામ જિંદગી?

    હજારો ખુશીઓ થી ભરેલી જિંદગી માં એક સાચા હાસ્ય માટે સમય નથી... દિવસ-રાત દોડતી આ દુનિયામાં ગમતું  જીવવા માટે સમય નથી...  એક પછી એક સંબંધોને તો આપણે ઈચ્છા-અનિચ્છાએ મારી નાખ્યા પણ પાછુ વળીને જોવાનો કે તેમને દાટવાનો સમય નથી.. બીજાની શું વાત કરીએ જ્યાં પોતાનાઓ માટે જ સમય નથી..  આંખોમાં અગાધ ઊંઘ ભરી હોય પણ શાંતિથી સુવાનો સમય નથી.. દિલમાં અનેક પીડાઓ ભરી પડી છે પણ દિલ ફાડીને રોવાનો સમય નથી.. સાવારથી સાંજ પૈસાની દોડમાં એટલું દોડીએ છીએ કે થાકવાનો સમય નથી..  બીજાઓની લાગણીઓની કદર કરવાની તો બાજુ પર, જ્યાં પોતાના સપનાઓ, ખુશીઓ, ઈચ્છાઓ માટે જ સમય નથી..
   હવે તું જ બતાવ ઔ જિંદગી..... આવી જિંદગી નું શું થશે જ્યાં હરપળ મરનારાઓ પાસે જીવવા માટે પણ સમય નથી... શું આનું જ  નામ જિંદગી છે.. ? શું સારું અને સાચું જીવવા ની સમજ આપણે ખોઈ બેઠા છીએ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો