લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 27 ઑક્ટોબર, 2011

    દિવાળી દિલ થી...

હિંદુ પ્રજાને ઉત્સવપ્રિય ગણાવાઈ છે. આપણા દરેક સમાજો માં પરંપરાગત તહેવારો દિલથી ઉજવવાનો રીવાજ ચાલ્યો આવે છે. સમય અને સંજોગો ભલે બદલાય, સ્થળ પણ ભલે બદલાય પણ આપણી ભાવનાઓ નથી બદલાતી. એજ મનમાં ઉમંગ અને હૈયે હરખ લઈને આપને દરેક તહેવારો ને મન ભરીને માણીએ છીએ..
  સમય ના વહેણ સાથે પેઢીઓ બદલાતી રહે છે, એથી ઉજવણીની નવી નવી રીતો પણ ચલણમાં આવતી જાય છે, વળી પરદેશીય તહેવારો પણ એક ફેશન ટ્રેન્ડ રૂપે અપનાવાઈ ગયા છે.. તેમ છતા આપણા ભારતીય સમાજના લોકોનો પારંપારિક તહેવારો પ્રતિના જુસ્સા અને ઉમંગમાં ક્યારેય ઓટ નથી આવતી..
  અને આવવી પણ ના જોઈએ.. કેમકે આ તહેવારો અને તેના થકી ચાલતા વહેવારો જ આપણને જીવંત રાખવાનું કામ કરે છે. રોજીંદા જીવનની થકવી દેતી, ક્યારેક કંટાળો આપતી ઘટમાળમાં આવી ઉજવણીઓ જીવનમાં થોડો ચેન્જ તો આણે છે સાથે જીવનને નવા દ્રષ્ટિકોણ થી જોવાની પ્રેરણા પણ આપે છે.
  જોકે આપણા દરેક તહેવારો માત્ર ખાઈ-પીને મજા જ કરવી એવો સંદર્ભ જ નથી બતાવતો, દરેક તહેવારમાં એક ગર્ભિત સંદેશ સમાયેલો હોય છે. દરેક ઉત્સવ પાછળ આપણા જીવનને ઉજાગર કરી શકીએ તેવો ઉપદેશ હોય છે. કૈક ને કૈક શીખવી જાય છે આ દરેક તહેવાર આપણને. બસ તે હાર્દને સમજી લેવાય તો તેની ઉજવણીઓ સાર્થક બને..
  આ દિવાળીમાં એક જવાબદાર પેઢી હોવાના નાતે આપણે બાળકોને યથાશક્તિ તેમની મનગમતી સગવડ આપીએ, પ્રેમથી તહેવારનું અને તેના દરેક પર્વનું સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માહત્મ્ય સમજાવીએ અને વડીલ પેઢીને માન આપી તેમની પણ ખુશી સાચવી લઈએ તે જરૂરી બને છે..
  સૌ મિત્રો વાચકોને હેપી દીપાવલી.. અને નવા વર્ષની શુભેચ્છાઓ....


આજનો સુવિચાર:-  જીભમાં મીઠાશ તો જીવનમાં મીઠાશ..

ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011

 આજનો સુ-વિચાર.
ગોળ અંધારે ખાવ તોય ગળ્યો ને અજવાળે ખાવ તોયે..... 
તેમ સત્ય ગમે તે અવસ્થામાં સત્ય જ રહે છે.

બુધવાર, 12 ઑક્ટોબર, 2011

આજ નું જ નામ છે જિંદગી..

   કહે છે ને કે જીવનભર શીખતા રહેવાનું નામ જ જીન્દગી..  આ જીન્દગી ખરેખર રોજેરોજ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. ક્યારેક તે પાર વગરનું, કારણ વગરનું હસાવી પણ જાયછે તો હૈયું ભરીને રડાવી પણ જાયછે.. તો ક્યારેક એક પછી એક તે એટલી બધી ઠોકરો મારતી જાય છે કે જલ્દી કળ પણ ના વળે.. આવી આ અકળ જિંદગી ના ખજાનામાં એટલા બધાં રહસ્યો ભર્યા છે કે ક્યારે શું થાય તે કોઈ જાણતું નથી. આપણે કોઈ પ્લાન બનાવતા હોઈએ પણ તેને અમલમાં મુકીએ તે પહેલાં જુદી જ ઘટના બની જાય તેવું પણ બને.. જિંદગી નો કૈક આવો જ અલગારી મિજાજ હોય છે.
   પેલા હિંદી ગીત માં કહેછે તેમ.. આગે ભી જાને ના તું... પીછે ભી જાને નાં તું... જો ભી હે બસ યહી એક પલ હે....
   બસ આપણે સૌએ પણ આ જ એક પળને પકડી ને જીવતાં શીખી લેવાનું છે..  જે દુખદ પળો, બનાવો અને પ્રસંગો અફર છે તેને બદલી તો નાં શકીએ પણ જીંદાદીલી થી જીવીને હળવા તો કરી જ શકીએ છીએ.! સાથે સાથે નાની નાની ખુશીઓને ગુંજે ભરતા જઈએ અને આનંદના પ્રસંગો થકી જીવવાનું બળ પણ મેળવતા રહીએ.. 
  સમજવાનું એટલું જ કે જીવનમાં ક્યારે  શું બનશે તે અગાઉથી કહી શકાતું નથી, એટલે જેટલું બને મજાથી જીવી લઈએ કેમકે ઘણુંબધું જીવવાનું બાકી રહી જાય છે ને જિંદગી ની છુટ્ટી નો બેલ વાગી જતો હોય છે...  ગઈ કાલમાંથી સારતત્વ લેવાઈ જાય પછી તેનું મહત્વ નથી રહેતું વળી આવતી કાલ કોઈએ જોઈ નથી.. તેથી જ આજની ઘડી તે રળિયામણી... જો ભી હે બસ યહી એક પલ હે...